Posts

Showing posts from June, 2022
  ટેક ન્યૂઝ: ટેલિગ્રામે નવી સુવિધાઓ સાથે તેનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યું 4 દિવસ પહેલા ટેલિગ્રામે તેનું ટેલિગ્રામ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. આ પેઇડ ટાયરમાં 4 GB ફાઇલ અપલોડ, ઝડપી ડાઉનલોડ્સ, એક્સક્લુઝિવ સ્ટીકર્સ અને રિએક્શન જેવા ઘણાં નવાં ફીચર્સ છે. એક સત્તાવાર જાહેરાતમાં ટેલિગ્રામે એમ પણ જણાવ્યું હતું કે, એપ્લિકેશન હવે 700 મિલિયનથી વધુ મંથલી ઍક્ટિવ યુઝર્સને વટાવી ગઈ છે અને મોનેટાઈઝેશન સિસ્ટમ વગર જ વિશ્વભરમાં 2022ની ટોપ-5 ડાઉનલોડ કરેલી એપ્લિકેશન બની ગઈ છે. એક મહિના પહેલાં ટેલિગ્રામે જાહેરાત કરી હતી કે, તે ટૂંક સમયમાં એપ્લિકેશનમાં પ્રીમિયમ ટાયર શરૂ કરશે. આ નવા પ્રીમિયમ ટાયરની ફી $4.99 માસિક રહેશે. જે અન્ય પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શન્સની તુલનામાં ખૂબ જ ઓછું છે. ટેલિગ્રામે એ પણ સ્પષ્ટતા કરી છે કે, પ્રિમીયમ સબ્સ્ક્રિપ્શન લેવું બધા યુઝર્સ માટે ફરજીયાત નથી, ફ્રી વર્ઝનમાં હજુ પણ અપડેટ મળશે. ટેલિગ્રામ પ્રિમિયમના નવાં ફિચર્સ અને ફાયદા ફક્ત પ્રીમિયમ મેમ્બર્સ જ આ તમામ ફીચર્સ એક્સેસ કરી શકે છે અને વધુ જાણવા માટે તમે ઓફિશિયલ સાઈટ પર પણ તપાસ કરી શકો છો. એનિમેટેડ પ્રોફાઈલ ઈમેજ ...